ગાંધીનગરમાં મુખ્યમંત્રીનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ હવે 29 મેના રોજ યોજાશે

ગાંધીનગરમાં મુખ્યમંત્રીનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ હવે 29 મેના રોજ યોજાશે

Gandhinagar ખાતે રાજ્યના નાગરિકોની સમસ્યાઓના ઓનલાઈન અને રૂબરૂ નિવારણ માટે યોજાતો મુખ્યમંત્રીનો “રાજ્ય સ્વાગત કાર્યક્રમ” હવે નવી તારીખે યોજાશે. બકરી ઈદની જાહેર રજાને ધ્યાનમાં રાખીને કાર્યક્રમની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે.

અગાઉ નક્કી કરાયેલ તારીખને બદલે હવે આ કાર્યક્રમ 29 મે, શુક્રવારના રોજ યોજાશે. કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરના નાગરિકો પોતાની સમસ્યાઓ અને રજૂઆતો સીધી સરકાર સમક્ષ મૂકી શકશે.

નાગરિકો સવારે 8:00 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી Swarnim Sankul 2 ખાતે રૂબરૂ રજૂઆત કરી શકશે. ત્યારબાદ બપોર બાદ મુખ્યમંત્રી દ્વારા નાગરિકોની ફરિયાદો અને રજૂઆતો સાંભળવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ “રાજ્ય સ્વાગત” કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની સમસ્યાઓનું ઝડપી અને પારદર્શક નિરાકરણ લાવવાનો છે, જેથી લોકોને સીધો ન્યાય અને રાહત મળી શકે.

Leave a Comment

Traffic Tail