બજેટ બાદ શેરબજાર ધડામ! ₹11 લાખ કરોડ સ્વાહા:સેન્સેક્સ 1546 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી પણ 495 પોઈન્ટ તુટ્યો, કારણ- ફ્યુચર્સ અને ઓપ્શન્સ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ વધાર્યો


બજેટ બાદ, શેરબજાર આજે, 1 ફેબ્રુઆરી (રવિવાર)ના રોજ ઘટાડા સાથે બંધ થયું. સેન્સેક્સ 1546 પોઈન્ટ અથવા લગભગ 2% ઘટીને 80,722 પર બંધ થયો. નિફ્ટી પણ 495 પોઈન્ટ ઘટીને 24,825 પર બંધ થયો. આ ઘટાડાને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. છેલ્લા કલાકોમાં, રોકાણકારોના લગભગ 11 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા. સરકારે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)ને 0.02%થી વઘારીને 0.05% કર્યો છે. ઓપ્શન્સ પ્રીમિયમ અને એક્સરસાઇઝ પરનો STT પણ વધીને 0.15% કર્યો. આ કારણે બજારમાં આટલો ઘટાડો થયો. નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ ભાષણ બાદ સેન્સેક્સ 1,800 પોઈન્ટ અને 550 પોઈન્ટ ઘટ્યો. સવારે 9:15 વાગ્યે, સેન્સેક્સ 100 પોઈન્ટ ઘટીને 82,156 પર ખુલ્યો હતો. નિફ્ટી પણ લગભગ 50 પોઈન્ટ ઘટીને 25,275 પર ખુલ્યો હતો. સરકારી બેંક સેક્ટરમાં સૌથી વધુ 6%નો ઘટાડો સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેર ઘટ્યા અને માત્ર ત્રણ શેર વધ્યા. BEL, SBI અને અદાણી પોર્ટ્સના શેર 6% સુધી ઘટ્યા. સરકારી બેંક સેક્ટરમાંમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો, જેમાં 6% સુધીનો ઘટાડો થયો. મેટલ, મીડિયા, FMCG, મીડિયા, ફાર્મા, નાણાકીય સેવાઓ અને રિયલ્ટી ક્ષેત્રોમાં પણ ઘટાડો જોવા મળ્યો. આજે રજુ થયેલા બજેટ પર એક્સપર્ટે પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો

બજેટના દિવસે બજારની ચાલ આવી રહી બજેટ ભાષણ yબાદ: કારોબાર દરમિયાન સેન્સેક્સ 2,370 પોઈન્ટ ઘટીને તેના દિવસના નીચલા સ્તર 79,899 પર આવી ગયો હતો. જ્યારે નિફ્ટી પણ 750 પોઈન્ટ ઘટીને 24,571ના નીચલા સ્તર પર આવી ગયો હતો. બજેટ ભાષણ દરમિયાન: સેન્સેક્સ 1,600 પોઈન્ટ એટલે કે 2% ઘટીને 80,600 પર આવી ગયો. જ્યારે નિફ્ટી પણ લગભગ 550 પોઈન્ટ ઘટીને 24,800ના સ્તરે આવી ગયો. બજેટ પહેલાં: સવારે 9:15 વાગ્યે સેન્સેક્સ 100 પોઈન્ટના ઘટાડા સાથે 82,156 ના સ્તર પર ખુલ્યો હતો. નિફ્ટી પણ લગભગ 50 પોઈન્ટ ઘટીને 25,275ના સ્તરે ઓપન થયો હતો. માર્કેટની સ્થિતિ: 01 ફેબ્રુઆરી, 2026 નિફ્ટી ટોપ ગેનર નિફ્ટી ટોપ લુઝર સ્રોત: BSE/NSE ફ્યુચર્સ પર પણ STTને 0.02% થી વધારીને 0.05% કરવામાં આવ્યો નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે ફ્યુચર્સ પર લાગતા સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) ને 0.02% થી વધારીને 0.05% કરી દેવામાં આવ્યો છે. ઓપ્શન્સ પ્રીમિયમ અને એક્સરસાઇઝ પર ટેક્સ વધાર્યો સરકારે STT એટલે કે શેરબજારમાં લેણદેણ પર લાગતો ટેક્સ વધારી દીધો છે… 1. ઓપ્શન્સ પ્રીમિયમ પર ટેક્સ: જ્યારે તમે કોઈ ઓપ્શન ખરીદો છો કે વેચો છો, ત્યારે તમે જે કિંમત (પ્રીમિયમ) ચૂકવો છો, તેના પર લાગતો ટેક્સ હવે વધી ગયો છે. તેને 0.1% થી વધારીને 0.15% કરી દેવામાં આવ્યો છે. 2. ઓપ્શન્સ એક્સરસાઇઝ પર ટેક્સ: જ્યારે તમે તમારા ઓપ્શન કોન્ટ્રાક્ટનો ઉપયોગ (એક્સરસાઇઝ) કરીને ડિલિવરી લો છો કે આપો છો, ત્યારે તેના પર લાગતો ટેક્સ પણ વધારી દેવામાં આવ્યો છે. તેને 0.125% થી વધારીને 0.15% કરી દેવામાં આવ્યો છે. આની રોકાણકારો પર શું અસર થશે? ટ્રેડિંગ મોંઘું થશે: STT વધવાથી હવે ઓપ્શન્સમાં ટ્રેડ કરવું થોડું મોંઘું થઈ જશે, કારણ કે તમારે સરકારને પહેલા કરતા વધુ ટેક્સ ચૂકવવો પડશે. નફા પર અસર: ટેક્સ વધવાને કારણે તમારા ચોખ્ખા નફા એટલે કે નેટ પ્રોફિટમાં થોડો ઘટાડો થશે અને જો નુકસાન થાય છે, તો ટેક્સને કારણે તે થોડું વધુ વધી જશે. STT શું છે? STT એટલે સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ એક પ્રકારનો ડાયરેક્ટ ટેક્સ છે જે શેરબજારમાં થતી દરેક ખરીદ-વેચાણ પર લાગે છે. આ ટેક્સ તમારે ત્યારે પણ ચૂકવવો પડે છે જ્યારે તમને નુકસાન થઈ રહ્યું હોય. આ સીધો તમારા ટ્રાન્ઝેક્શન વેલ્યુ પર કપાય છે અને સ્ટોક એક્સચેન્જ તેને સરકાર પાસે જમા કરાવે છે.

Source link

Leave a Comment

Traffic Tail