આજથી જ 6 મોટા ફેરફાર લાગૂ:બજેટ પહેલાં જ મોંઘવારીનો ડામ, ગેસ સિલિન્ડર અને સિગારેટ મોંઘા થયા, FASTagના નિયમો પણ બદલાયા


ફેબ્રુઆરીમાં 6 મોટા ફેરફારો થઈ રહ્યા છે. આજથી સિગારેટ અને તમાકુ ઉત્પાદનો મોંઘા થઈ ગયા છે. જ્યારે હવેથી નવી કાર, જીપ અને વાન માટે ફાસ્ટેગ જારી કરતી વખતે હવે KYV (નો યોર વ્હીકલ) પ્રક્રિયાની જરૂર રહેશે નહીં. આ ઉપરાંત, 1 ફેબ્રુઆરીથી 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર ₹50 સુધી મોંઘો થઈ ગયો છે. 6 મોટા ફેરફારો જેની અસર આપણા જીવન પર પડશે… 1. GST વધ્યો, સિગારેટ 40% સુધી મોંઘી થશે 2.ફાસ્ટેગ યુઝર્સને KYV વેરિફિકેશનની જરૂર નહીં આજથી નવી કાર, જીપ અને વાન માટે ફાસ્ટેગ જારી કરતી વખતે હવે KYV (નો યોર વ્હીકલ) પ્રોસેસની જરૂર નહીં પડે. નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ નવી કાર માટે KYV પ્રોસેસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેમજ, જે કાર પર પહેલાથી ફાસ્ટેગ લાગેલું છે, તેમના માલિકોને પણ હવે રૂટિન KYV કરાવવાની જરૂર નહીં પડે. આનાથી વાહન માલિકોને માન્ય દસ્તાવેજો હોવા છતાં લાંબી વેરિફિકેશન પ્રક્રિયા માટે રાહ જોવી પડશે નહીં. ફક્ત ફરિયાદ મળવા પર જ થશે તપાસ ઓથોરિટી અનુસાર, KYVની પ્રક્રિયાને સંપૂર્ણપણે સમાપ્ત કરવામાં આવી નથી, પરંતુ તેને ‘જરૂરિયાત આધારિત’ બનાવી દેવામાં આવી છે. હવે ફક્ત KYV ત્યારે જ માંગવામાં આવશે, જ્યારે કોઈ ફાસ્ટેગના ખોટા ઉપયોગ, ખોટી રીતે જારી થવા અથવા તેના ગુમ થવાની કોઈ ફરિયાદ મળશે. સામાન્ય રીતે કામ કરી રહેલા ફાસ્ટેગ માટે હવે કોઈપણ પ્રકારના દસ્તાવેજની ફરીથી માંગ કરવામાં આવશે નહીં. 3. કોમર્શિયલ સિલિન્ડરના ભાવ 50 રૂપિયા સુધી વધ્યા આજથી 19 કિલોવાળો કોમર્શિયલ ગેસ સિલિન્ડર 50 રૂપિયા સુધી મોંઘો થઈ ગયો છે. દિલ્હીમાં તેની કિંમત 49 રૂપિયા વધીને ₹1740.50 થઈ ગઈ છે. પહેલા તે ₹1691.50 માં મળતો હતો. જ્યારે ચેન્નઈમાં તે હવે 50 રૂપિયા મોંઘો થઈને 1899.50 રૂપિયામાં મળશે. 4. RBIની મીટિંગ 4 થી 6 ફેબ્રુઆરી, વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો થઈ શકે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની મીટિંગ 4 થી 6 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ નાણાકીય વર્ષ 2025-26ની છેલ્લી મીટિંગ હશે. આશા રાખવામાં આવી રહી છે કે આ મીટિંગમાં RBI વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો કરીને 5% કરી શકે છે. જો આવું થશે તો લોન સસ્તી થશે અને તમારી EMI પણ ઘટી શકે છે. આ પહેલાં RBIએ 3 થી 5 ડિસેમ્બરના રોજ યોજાયેલી તેની અગાઉની MPC મીટિંગમાં રેપો રેટ 0.25% ઘટાડીને 5.25% કર્યો હતો. આ વર્ષે માત્ર ઓગસ્ટ અને ઓક્ટોબરમાં યોજાયેલી મીટિંગમાં તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. 5.એવિએશન ફ્યુલના ભાવ ઘટવાથી હવાઈ ટિકિટ સસ્તી થઈ શકે છે ફેબ્રુઆરીમાં હવાઈ મુસાફરી કરનારાઓને રાહત મળવાની આશા છે. તેલ કંપનીઓએ એવિએશન ફ્યુલના ભાવ આશરે 1 હજાર રૂપિયા ઘટાડ્યા છે. દિલ્હીમાં ફ્યુલના ભાવ ₹92,323.02 થી ઘટીને ₹91,393.39 પ્રતિ કિલોલીટર થયા છે. ભાવમાં આવેલા આ ઘટાડાથી એવિએશન કંપનીઓની ઓપરેશનલ કોસ્ટ (સંચાલન ખર્ચ) ઓછી થશે, જેનો સીધો ફાયદો હવાઈ ટિકિટના ભાવ ઓછા થવાના રૂપમાં મુસાફરોને મળી શકે છે. 6. મિલકત વેચવા-ખરીદવા માટે આધાર ઓથેન્ટિકેશન જરૂરી ઉત્તર પ્રદેશ અને કર્ણાટક સરકારે 1 ફેબ્રુઆરી 2026થી મિલકતની રજિસ્ટ્રી માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કર્યું છે. હવે રજિસ્ટ્રી સમયે ખરીદનાર, વેચનાર અને સાક્ષીઓએ સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં હાજર બાયોમેટ્રિક મશીન પર પોતાની ઓળખ, એટલે કે ફિંગરપ્રિન્ટ અથવા ફેસ વેરિફિકેશન કરાવવું પડશે. આનો મુખ્ય ઉદ્દેશ્ય જમીનની ખરીદ-વેચાણમાં થતી છેતરપિંડી અને ‘બેનામી’ મિલકતો પર લગામ લગાવવાનો છે. કેન્દ્રની યોજના ‘વન નેશન, વન રજિસ્ટ્રેશન’ હેઠળ તેને ટૂંક સમયમાં સમગ્ર દેશમાં લાગુ કરવાની છે.

Source link

Leave a Comment

Traffic Tail