PCBની કાર્યવાહી: 190 બોટલ દારૂ સાથે રૂ.14.79 લાખનો મુદ્દામાલ જપ્ત
રાજકોટ: ઢેબર રોડ પર RMC પાર્કિંગના ગેટ નજીક PCBની ટીમે બાતમીના આધારે હેરિયર કારને અટકાવી તપાસ કરતાં રૂ.4.79 લાખની કિંમતની 190 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે રેલનગરના હાર્દિક ઉર્ફે શંભુ ચૌહાણને ઝડપી લીધો હતો.
દારૂના જથ્થા અને હેરિયર કાર સહિત પોલીસે કુલ રૂ.14.79 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પૂછપરછ દરમિયાન આરોપીએ દારૂનો જથ્થો દમણથી લાવ્યો હોવાનું અને છૂટક વેચાણ કરવાનો હોવાનું જણાવ્યું હતું. પોલીસ મુજબ આ તેની ત્રીજી ખેપ હતી.
આરોપી સામે અગાઉ રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, વાપી અને ચીખલી સહિતના પોલીસ મથકોમાં દારૂના 8 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. PCB ટીમે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.








