40% પાવર પ્લાન્ટમાં માત્ર 3 દિવસનો કોલસો! વીજળીની વધતી માંગ વચ્ચે સરકાર એલર્ટ

કોલસાનો સ્ટોક જરૂરી જથ્થાના માત્ર 25% જેટલો, ચોમાસાના કારણે સપ્લાયમાં વિક્ષેપથી ચિંતા વધી

નવી દિલ્હી: દેશમાં વીજળીની માંગ વધવાની વચ્ચે કોલસા આધારિત પાવર પ્લાન્ટમાં કોલસાના ઘટતા સ્ટોકને લઈને ચિંતા વધી છે. દેશના આશરે 40% કોલસા આધારિત પાવર પ્લાન્ટમાં જરૂરી સ્ટોકના માત્ર 25% જેટલો જ જથ્થો ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે. આ પ્લાન્ટ પાસે હવે આશરે ત્રણ દિવસ પૂરતો કોલસો હોવાનો અંદાજ છે.

દેશમાં કૃષિ સહિતના વિવિધ ક્ષેત્રોમાં વીજળીની માંગ સતત વધી રહી છે. મે મહિનામાં વીજળીની મહત્તમ માંગ 270.70 ગીગાવોટ સુધી પહોંચી હતી, જ્યારે હાલ માંગ આશરે 250 ગીગાવોટ હોવાનું જણાવાયું છે. આગામી સમયમાં માંગ વધવાની શક્યતા છે.

કોલસા મંત્રાલયના જણાવ્યા મુજબ ચોમાસાના કારણે કોલસાના પુરવઠા અને પરિવહનને અસર થઈ છે. સ્થિતિ સુધારવા માટે રેલવે દ્વારા કોલસાની હેરફેર માટે વધુ વેગન ફાળવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં સપ્લાય વધારવામાં આવતા પાવર પ્લાન્ટના સ્ટોકમાં સુધારો થવાની અપેક્ષા છે.

Leave a Comment

Traffic Tail