સોનાની ખાણમાં શાફ્ટ ધસી પડતાં 11નાં મોત, 30થી વધુ ઘાયલ; અનેક શ્રમિકો કાટમાળ નીચે ફસાયા
સુદાનમાં સોનાની ખાણમાં ફરી એકવાર મોટી દુર્ઘટના સર્જાઈ છે. પૂર્વ સુદાનમાં રવિવારે ખાણનો શાફ્ટ અચાનક ધસી પડતાં 11 શ્રમિકોના મોત થયા હતા અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. હજુ અનેક શ્રમિકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકા વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું છે.
આ ઘટના અગાઉ સાત દિવસ પહેલાં પણ સોનાની ખાણ ધસી પડતાં 82 શ્રમિકોના મોત થયા હતા. આમ, એક જ સપ્તાહમાં બનેલી બે ખાણ દુર્ઘટનામાં કુલ 93 લોકોનાં મોત થયા છે. ઘટના જે વિસ્તારમાં બની છે તે રેપિડ સપોર્ટ ફોર્સના નિયંત્રણ હેઠળ હોવાનું જણાવાયું છે.








