ઈરાનની ચેતવણી : શરતો નહીં સ્વીકારાય તો મોટા યુદ્ધ માટે તૈયાર, અમેરિકી જહાજોને નિશાન બનાવવાની ધમકી
અમેરિકા-ઈરાન વચ્ચેનો તણાવ ફરી ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાને અમેરિકા સમક્ષ અનેક શરતો મૂકી હોર્મુઝ જળમાર્ગ ખુલ્લો કરવા મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ઈરાની અધિકારીઓએ ચેતવણી આપી છે કે શરતો સ્વીકારવામાં નહીં આવે અથવા અમેરિકા ફરી હુમલો કરશે તો મોટા યુદ્ધ માટે તૈયાર છે.
બીજી તરફ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપતાં કહ્યું છે કે અમેરિકા ઈરાનને સંપૂર્ણપણે ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. ટ્રમ્પે વધુમાં સંકેત આપ્યો કે ઈરાન અંગે ટૂંક સમયમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે.
દરમિયાન યમનના હુથી હુમલાઓને કારણે સાઉદી અરેબિયામાં પણ તણાવ વધ્યો છે. રિયાધમાં ઓઈલ ડેપો પર હુમલા બાદ આગની ઘટના સામે આવી છે. બીજી તરફ અમેરિકાએ ગલ્ફ ક્ષેત્રમાં પોતાના લડાયક વિમાનોની તૈનાતી વધારી છે. ઈરાનના અધિકારીઓએ અમેરિકી જહાજો સામે કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે.








