દિવાળી સુધી સોનું ₹1.60 લાખને પાર, ચાંદી ₹2.50 લાખ સુધી પહોંચવાની શક્યતા

તહેવારોની સિઝન વચ્ચે સોના-ચાંદીના ભાવમાં તેજીનો ટ્રેન્ડ યથાવત રહેવાની શક્યતા છે. નિષ્ણાતોના અંદાજ મુજબ દિવાળી સુધી 10 ગ્રામ સોનાનો ભાવ ₹1.60 લાખને પાર, જ્યારે ચાંદીનો ભાવ ₹2.50 લાખ પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે.

ડોલર ઇન્ડેક્સ, અમેરિકી વ્યાજદર અને રૂપિયાની નબળાઈ સોના-ચાંદીના ભાવ માટે મહત્વના પરિબળો રહેશે. ટૂંકા ગાળે ઉતાર-ચઢાવ છતાં ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન કિંમતોમાં ફરી તેજી આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail