નવી દિલ્હી: ફોર્બ્સે 1 સપ્ટેમ્બર, 2026ના રોજ વિશ્વના સૌથી ધનિક 10 અબજોપતિઓની નવી યાદી જાહેર કરી છે. આ યાદીમાં એલોન મસ્ક 892 બિલિયન ડોલરની નેટવર્થ સાથે પ્રથમ ક્રમે છે. ઓગસ્ટમાં સ્પેસએક્સના શેરમાં 33 ટકા અને ટેસ્લાના શેરમાં 18 ટકાના વધારાને કારણે તેમની સંપત્તિમાં એક જ મહિનામાં 202 બિલિયન ડોલરનો વધારો થયો હતો.
લેરી પેજ 277 બિલિયન ડોલર સાથે બીજા ક્રમે છે. ત્યારબાદ જેફ બેઝોસ 268 બિલિયન ડોલર સાથે ત્રીજા અને સેર્ગેઈ બ્રિન 256 બિલિયન ડોલર સાથે ચોથા ક્રમે છે.
ટોપ-10માં કોણ ક્યાં?
માઈકલ ડેલ 241 બિલિયન ડોલર સાથે પાંચમા અને માર્ક ઝકરબર્ગ 197 બિલિયન ડોલર સાથે છઠ્ઠા ક્રમે છે. લેરી એલિસન 193 બિલિયન ડોલર સાથે સાતમા અને જેન્સન હુઆંગ 191 બિલિયન ડોલર સાથે આઠમા ક્રમે છે.
નવમા ક્રમે સ્ટીવ બાલ્મર 155 બિલિયન ડોલરની સંપત્તિ સાથે છે. જ્યારે અમાનસિઓ ઓર્ટેગા 148 બિલિયન ડોલરની નેટવર્થ સાથે દસમા ક્રમે પહોંચ્યા છે. ઓર્ટેગાએ બર્નાર્ડ આર્નોલ્ટને પાછળ છોડીને ટોપ-10માં સ્થાન મેળવ્યું છે.









