માલીયાસણ ચોકડીથી 4 હથિયાર સાથે સાયલાનો શખ્સ ઝડપાયો

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારોની સપ્લાય ચેનલ સામે કાર્યવાહી કરી ઘીરા મોહન કુકડીયા નામના શખ્સને માલીયાસણ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી દેશી બનાવટની 2 પિસ્તોલ અને 2 તમંચા મળી કુલ 4 હથિયાર જપ્ત કરાયા છે.

પોલીસ તપાસમાં અગાઉ ઝડપાયેલા રીપલા ઉર્ફે વિપુલ કાગડીયાએ આ હથિયારો ઘીરા કુકડીયાને આપ્યાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. અગાઉ 4 હથિયારો ઝડપાયા હતા અને હાલની કાર્યવાહીમાં વધુ 4 મળતાં કુલ 8 ગેરકાયદેસર હથિયારો જપ્ત થયા છે.

આ હથિયારો કોને અને ક્યાં સપ્લાય કરવાના હતા તેમજ નેટવર્કમાં અન્ય કોણ સંકળાયેલું છે તે જાણવા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. પૂછપરછમાં હથિયાર સપ્લાયની વધુ મોટી કડી ખુલવાની શક્યતા છે.

Leave a Comment

Traffic Tail