12 વર્ષમાં 24 લાખ લોકોની નિઃશુલ્ક સારવાર : અમિત મગીયાનું સન્માન

સાવરકુંડલાના વતની અને મુંબઈ સ્થિત યુવા ટ્રસ્ટી અમિત કે. મગીયા આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર સેવા આપી રહ્યા છે. લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર પરિસરમાં વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 12 વર્ષમાં 24 લાખ લોકોને એક પણ પૈસો લીધા વિના સારવાર આપવામાં આવી છે.

આ ઉત્કૃષ્ટ આરોગ્યસેવાની નોંધ લઈને અમરેલીમાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત સમારોહમાં 14 ઓગસ્ટે અમિત મગીયાનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે તેમને શાલ ઓઢાડી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.

લાંબા સમયથી નિઃશુલ્ક આરોગ્ય સેવા દ્વારા લાખો લોકો સુધી સારવાર પહોંચાડવા બદલ અમિત મગીયાની સેવાભાવનાને સન્માનિત કરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail