અમેરિકામાં 15 સપ્ટેમ્બરથી ઇમિગ્રેશનના નિયમોમાં મોટો ફેરફાર: જૂના ફોર્મ સ્વીકારાશે નહીં

અમેરિકામાં રહેતા ભારતીયો સહિત વિદેશી નાગરિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. U.S. Citizenship and Immigration Services (USCIS)એ જાહેરાત કરી છે કે 15 સપ્ટેમ્બર 2026થી ઇમિગ્રેશનના બે મહત્વના ફોર્મના નવા વર્ઝન ફરજિયાત કરવામાં આવશે.

સૌથી મહત્વની વાત એ છે કે નવા ફોર્મ લાગુ થયા બાદ જૂના ફોર્મ માટે કોઈ ગ્રેસ પીરિયડ આપવામાં આવશે નહીં. 15 સપ્ટેમ્બર અથવા ત્યાર પછી જૂનું ફોર્મ મોકલનાર અરજદારની અરજી રિજેક્ટ કરી પરત મોકલવામાં આવી શકે છે.

ભારતીય વિદ્યાર્થીઓ પર પણ પડશે અસર

આ ફેરફાર અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ, એક્સચેન્જ વિઝિટર્સ અને અન્ય નોન-ઇમિગ્રન્ટ્સ માટે ખાસ મહત્વનો છે. સ્ટેટસ વધારવા કે બદલવા માંગતા અરજદારોએ અરજી કરતી વખતે યોગ્ય અને અપડેટેડ ફોર્મનો જ ઉપયોગ કરવો પડશે.

H-1B અને L-1 માટે I-129 જરૂરી

H-1B, L-1, O-1, P અને TN જેવી વર્ક વિઝા કેટેગરીના અરજદારો માટે Form I-539 નહીં, પરંતુ Form I-129નો ઉપયોગ કરવામાં આવે છે. તેથી દરેક અરજદારે પોતાની વિઝા કેટેગરી પ્રમાણે યોગ્ય ફોર્મ પસંદ કરવું જરૂરી છે.

કયા બે ફોર્મ બદલાશે?

I-539: અમેરિકામાં રહેલા ચોક્કસ નોન-ઇમિગ્રન્ટ્સ રોકાણની મુદત વધારવા અથવા ઇમિગ્રેશન સ્ટેટસ બદલવા માટે આ ફોર્મનો ઉપયોગ કરે છે.

I-765: અમેરિકામાં કાયદેસર રીતે કામ કરવાની મંજૂરી એટલે કે Employment Authorization Document (EAD) મેળવવા માટે આ ફોર્મ ભરવામાં આવે છે.

જૂના ફોર્મની છેલ્લી તારીખ

  • I-539: 15 સપ્ટેમ્બર 2026 પહેલાં 2024નું વર્ઝન માન્ય રહેશે. ત્યાર બાદ નવું વર્ઝન જરૂરી બનશે.
  • I-765: 15 સપ્ટેમ્બર પહેલાં 2025નું વર્ઝન ચાલશે. 15 સપ્ટેમ્બરથી નવું વર્ઝન ફરજિયાત થશે.

એટલે અમેરિકામાં ઇમિગ્રેશન સ્ટેટસ અથવા વર્ક પરમિટ માટે અરજી કરનારા ભારતીયોએ 15 સપ્ટેમ્બર પહેલાં-પછી ફોર્મના વર્ઝનની ખાસ ચકાસણી કરવી પડશે, કારણ કે જૂનું ફોર્મ મોકલવાથી અરજી સ્વીકારવામાં નહીં આવે.

Leave a Comment

Traffic Tail