AMCA માટે મોટું પગલું: રિલાયન્સ-રોલ્સ રોયસ બનાવશે ફાઈટર જેટ એન્જિન

ભારતના 5મી પેઢીના સ્વદેશી લડાયક વિમાન AMCA માટે એન્જિન વિકસાવવાની દિશામાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને બ્રિટનની રોલ્સ-રોયસ કંપનીએ ભારતમાં એરો-એન્જિન બનાવવા માટે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે.

આ ભાગીદારી હેઠળ બંને કંપનીઓ એન્જિનના ડિઝાઇન, વિકાસ, ઉત્પાદન અને સપ્લાય માટે સાથે મળીને કામ કરશે. ભારતમાં એરોસ્પેસ ગેસ ટર્બાઇનનું અત્યાધુનિક પરિસર તેમજ પાવર અને પ્રોપલ્શન ટેક્નોલોજીનું સેન્ટર ઓફ એક્સલન્સ વિકસાવવાની યોજના છે.

રોલ્સ-રોયસની એન્જિન ટેક્નોલોજી અને નિષ્ણાતી સાથે રિલાયન્સની ઉત્પાદન તથા મોટા પ્રોજેક્ટ્સને અમલમાં મૂકવાની ક્ષમતાને જોડવામાં આવશે. આથી ભારતમાં સ્વદેશી લડાયક વિમાન માટેની એન્જિન અને પ્રણોદન ક્ષમતા મજબૂત બનવાની અપેક્ષા છે.

2035 સુધીમાં AMCA ઉપલબ્ધ થવાની શક્યતા

ભારતના 5મી પેઢીના લડાયક વિમાન AMCAના પ્રોડક્શન મોડેલને મંજૂરી મળી ચૂકી છે. તેને ભારતીય વાયુસેના અને નૌકાદળમાં સામેલ કરવાની યોજના છે અને 2035 સુધીમાં ઉપલબ્ધ થવાની શક્યતા છે.

આ ભાગીદારીનો વ્યાપ માત્ર ફાઈટર જેટ સુધી સીમિત નહીં રહે. ભવિષ્યમાં બંને કંપનીઓ પેસેન્જર વિમાન અને નવી ઈલેક્ટ્રિક એવિએશન સિસ્ટમ્સ માટે પણ સાથે મળીને કામ કરશે.

Leave a Comment

Traffic Tail