મુંબઈમાં વરસાદી આફત: ભૂસ્ખલનમાં 2નાં મોત, 6થી 8 લોકો દટાયાની આશંકા

વહેલી સવારે ઘાટકોપર-કુર્લા વિસ્તારમાં ભૂસ્ખલન; NDRF સહિતની ટીમો રેસ્ક્યૂમાં જોડાઈ

મુંબઈ: મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે વહેલી સવારે ભૂસ્ખલનની ગંભીર ઘટના બની છે. ઘાટકોપર-કુર્લા વિસ્તારમાં થયેલા ભૂસ્ખલનમાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે 6થી 8 લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.

પ્રાથમિક માહિતી મુજબ, સવારે લગભગ 3:30 વાગ્યે કુર્લાના ચિરાગનગર અને ઘાટકોપરના અશોકનગર વિસ્તારમાં ભૂસ્ખલન થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયરબ્રિગેડ અને NDRFની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

રેસ્ક્યૂ દરમિયાન બે મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે બે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

સતત વરસાદ અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે કાટમાળ હટાવીને દટાયેલા લોકોને શોધવાની કામગીરી ચાલી રહી છે. રેસ્ક્યૂ ઓપરેશન હજુ પણ ચાલુ છે અને મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail