રાજકોટમાં દારૂના 2 કુખ્યાત બુટલેગર સામે પાસા

ભરત ધાધલ-વિજય ખાચર જેલ હવાલે

રાજકોટ: દારૂની હેરાફેરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા બે કુખ્યાત બુટલેગરો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

ક્રાઈમ બ્રાન્ચે ભરત પીઠુભાઈ ધાધલ અને વિજય જેઠુભાઈ ખાચરની અટકાયત કરી છે. બંને સામે અગાઉ દારૂ સહિતના અનેક ગુના નોંધાયેલા છે.

પાસાના વોરંટની બજવણી બાદ ભરતને સાબરમતી જેલ અને વિજયને વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યા છે.

દારૂની ગેરકાયદે હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી વધુ કડક બનાવી છે.

Leave a Comment

Traffic Tail