આયર્લેન્ડ સામે જીત સાથે અફઘાનિસ્તાનને ડાયરેક્ટ એન્ટ્રી, 10 ટીમો ફાઇનલ
કાબુલ: આયર્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં જીત સાથે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ 2027 માટે સીધી ક્વોલિફિકેશન મેળવી લીધી છે.
અફઘાનિસ્તાન હવે સતત ચોથી વખત ICC વર્લ્ડ કપમાં રમશે. આ પહેલાં ટીમ 2015, 2019 અને 2023ના વર્લ્ડ કપમાં ભાગ લઈ ચૂકી છે.
અફઘાનિસ્તાન સાથે અત્યાર સુધી 10 ટીમોનું સ્થાન નિશ્ચિત થયું છે. તેમાં યજમાન દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ભારત, પાકિસ્તાન, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.
વેસ્ટ ઇન્ડિઝ, સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ્સ સહિતની ટીમો હવે ક્વોલિફાયર દ્વારા વર્લ્ડ કપમાં પ્રવેશ મેળવશે.
2027નો વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાશે અને તેમાં કુલ 14 ટીમો ભાગ લેશે.









