રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં બગીચાના જાળવણી કોન્ટ્રાક્ટને લઈને ફરી વિવાદ ઊભો થયો છે. ₹92.81 લાખના ખર્ચે કોનાર્ક એજન્સીને કોન્ટ્રાક્ટ ચૂકવવાની દરખાસ્ત સામે સવાલો ઉઠી રહ્યા છે.
વિરોધીઓનો આક્ષેપ છે કે મહાનગરપાલિકાના નાણાંનો ઉપયોગ “બાપનો બગીચો” સમજી કરવામાં આવી રહ્યો છે. બગીચાના લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટમાં પારદર્શિતા અને પ્રક્રિયાને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થયા છે.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા જોર પકડી રહી છે કે આ કોન્ટ્રાક્ટ પાછળ ભાજપના પૂર્વ નેતા અને પૂર્વ મેયરની ખાસ ભલામણ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
દરખાસ્તને લઈને હવે સ્ટેન્ડિંગ કમિટીમાં શું નિર્ણય લેવાય છે અને ઉઠેલા આક્ષેપો અંગે કોર્પોરેશન શું સ્પષ્ટતા કરે છે, તેના પર સૌની નજર મંડાઈ છે.









