સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ઉમેરાયું નવું આકર્ષણ: નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી લક્ઝરી ક્રૂઝ લોન્ચ

એકતા નગર: વિશ્વવિખ્યાત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પર્યટનને નવી ઊંચાઈ આપવાના હેતુથી નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ભવ્ય લક્ઝરી ક્રૂઝનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ ક્રૂઝ પર્યટકો માટે અનોખો અને યાદગાર પ્રવાસનો અનુભવ કરાવશે.

આધુનિક સુવિધાઓથી સજ્જ ક્રૂઝમાં 250 લોકો માટે ડાઇનિંગ હોલ, વિશાળ સ્ટેજ, આકર્ષક ડેકોરેટિવ લાઇટિંગ અને વિવિધ ઇવેન્ટ્સ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ક્રૂઝમાં જન્મદિવસ, કોર્પોરેટ ઇવેન્ટ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ખાનગી સમારંભોનું પણ આયોજન કરી શકાશે.

આ નવી પહેલથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પર્યટનને વધુ પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિક લોકોને રોજગારીની નવી તકો પણ ઉપલબ્ધ થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તમામ જરૂરી સુરક્ષા ધોરણો અને સંબંધિત વિભાગોની મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ લક્ઝરી ક્રૂઝ સેવા ટૂંક સમયમાં પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે.

Leave a Comment

Traffic Tail