અમિત શાહના પુણે પ્રવાસ પહેલાં સુરક્ષા કડક: સંભવિત વિરોધને પગલે શહેરમાં પોલીસ એલર્ટ

લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં કરશે હાજરી; અજિત દોભલને થશે સન્માન

પુણે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના શનિવારના પુણે પ્રવાસને લઈને શહેરમાં સુરક્ષાના અભૂતપૂર્વ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. કોકરોચ આંદોલન દરમિયાન પેલેટ ગનના ઉપયોગના મુદ્દે વિરોધ પક્ષો દ્વારા વિરોધની જાહેરાત બાદ પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે.

અમિત શાહ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, બંને નાયબ મુખ્યમંત્રીઓ તથા અન્ય મહાનુભાવોની હાજરીમાં યોજાનારા લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે તેમના હસ્તે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભલનું સન્માન કરવામાં આવશે.

સંભવિત વિરોધને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રીના રૂટ, કાર્યક્રમ સ્થળો અને શહેરના મહત્વના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત મોનીટરીંગ પણ કરવામાં આવી રહ્યું છે.

પુણે પોલીસે વિરોધ પ્રદર્શન માટે ઉત્સવ ચોક ખાતે નિર્ધારિત સ્થળ ફાળવ્યું છે. તે સિવાય અન્ય સ્થળોએ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Leave a Comment

Traffic Tail