ભારે વરસાદ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલે અમિત શાહ સાથે કરી ચર્ચા, કેન્દ્રે આપ્યો સંપૂર્ણ સહયોગનો વિશ્વાસ

ગાંધીનગર: ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદ અને સર્જાયેલી પરિસ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી.

મુખ્યમંત્રીએ રાજ્યમાં ચાલી રહેલી બચાવ-રાહત કામગીરી અને અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગે અમિત શાહને માહિતગાર કર્યા હતા. સાથે જ જરૂરી સંકલન અને આગામી કામગીરી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યને કેન્દ્ર સરકાર તરફથી દરેક જરૂરી મદદ અને સહયોગ ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી હતી.

રાજ્યમાં વરસાદી સંકટ વચ્ચે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે, ત્યારે કેન્દ્રના સહયોગથી કામગીરીને વધુ વેગ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail