વડોદરા: કરજણ પોલીસે નેશનલ હાઇવે-48 પર નાકાબંધી દરમિયાન ભરૂચથી વડોદરા તરફ આવી રહેલા ટ્રકમાંથી ₹15.66 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
પોલીસની કાર્યવાહી દરમિયાન ટ્રક ચાલક વાહન રસ્તા પર મૂકી રેલિંગ કૂદી ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રકની તપાસ કરતાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
દારૂ અને ટ્રક સહિત ₹20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.









