મોરબી: મોરબીના મત્સ્યૌદ્યોગ અધિક્ષક (વર્ગ-2) ખોડાભાઈ રામાણીને ₹50 હજારની લાંચ સ્વીકારતા ભાવનગર ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા છે.
તપાસ મુજબ અધિકારીએ ફરિયાદીના વર્ક ઓર્ડર મંજૂર કરવા અને જૂના ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) પરત આપવા બદલ ₹1 લાખની લાંચ માંગી હતી. રકઝક બાદ ₹50 હજાર નક્કી થતાં ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો.
ભાવનગર ACBની ટીમે હોસ્પિટલ ચોક નજીક ટ્રેપ ગોઠવી લાંચની રકમ સ્વીકારતા જ અધિકારીને ઝડપી લીધો હતો.
ફરિયાદીના ત્રણ ટેન્ડર મંજૂર થયા હતા જ્યારે ચાર ટેન્ડર રદ કરાયા હતા. તે સંદર્ભે કાર્યવાહી કરવા બદલ લાંચ માંગવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
ACBએ આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.









