ઉપલેટામાં નશાકારક સિરપનો મોટો જથ્થો ઝડપાયો: 2,520 બોટલ સાથે વેપારીની ધરપકડ

રાજકોટ: રાજકોટ ગ્રામ્ય એસઓજીએ ઉપલેટામાં સફળ દરોડો પાડી આયુર્વેદિક સિરપના નામે વેચાણ થતો નશાકારક પ્રવાહીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કાર્યવાહીમાં વેપારી દિવ્યેશ માલદે કનારાની ધરપકડ કરી તેની પાસેથી 2,520 બોટલ નશાકારક સિરપ અને એક માલવાહક વાહન સહિત રૂ. 5.03 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ, હરિયાણાના બરવાળાથી મંગાવવામાં આવેલો આ જથ્થો ઉપલેટા પહોંચતા જ એસઓજીએ દરોડો પાડી કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે નશાકારક સિરપ સ્થાનિક સ્તરે અલગ-અલગ દુકાનો મારફતે વેચાતો હતો અને તેનો ઉપયોગ નશા માટે થતો હતો.

આરોપી સામે ગુનો નોંધી પોલીસે સપ્લાયર તેમજ સમગ્ર સપ્લાય ચેઇનની કડીઓ શોધવા વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Comment

Traffic Tail