લીંબડી: સુરેન્દ્રનગર ACBએ ઉંટડી ગામમાં રેતીના ટ્રકો ભરવા દેવાના બદલામાં લાંચ લેતા સરપંચના પતિ સંજય કમેજળીયા અને ઉપસરપંચ સુનિલ કટુડીયાને રંગેહાથ ઝડપી પાડ્યા છે.
તપાસ મુજબ આરોપીઓએ શરૂઆતમાં ₹6.30 લાખની લાંચ માગી હતી, જે બાદ સોદો ₹5 લાખમાં નક્કી થયો હતો. ફરિયાદના આધારે લીંબડી હાઈવે પર આવેલા પ્રેમવતી ભોજનાલય ખાતે ACBએ ટ્રેપ ગોઠવી બંનેને લાંચ સ્વીકારતા ઝડપી લીધા હતા.
બંને આરોપીઓ સામે ગુનો નોંધી ACBએ સમગ્ર ભ્રષ્ટાચારના જાળાની વધુ તપાસ શરૂ કરી છે.









