રાજકોટ: મારામારીના ગુનામાં છેલ્લા છ મહિનાથી ફરાર ફરતા બે હિસ્ટ્રીશીટર શખ્સોને માલવીયાનગર પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના હેઠળ આ સફળ કાર્યવાહી કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, માલવીયાનગર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.એમ. કૈલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એ. બ્લોચ પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમી મળી હતી કે મારામારીના ગુનામાં છેલ્લા છ મહિનાથી ફરાર રહેલા આર્યન કિરણ મારુ (ઉ.વ. 19) અને મિલન દીપકભાઈ પરમાર (ઉ.વ. 20) પોતાના ઘરે આવ્યા છે.
બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી બંને આરોપીઓને ઝડપી લીધા હતા અને તેમની સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ સફળ કામગીરીમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ જીલરિયા, કુલદીપસિંહ ગોહિલ, અમિતસિંહ સોલંકી, સારંગભાઈ ઓગાણિયા, નિતેશભાઈ બારૈયા તેમજ પોલીસ કોન્સ્ટેબલ મનસુરશા શાહમદાર, રણજીતભાઈ પરસોતમભાઈ અને વિમલભાઈ જીવણભાઈ સહિતનો સ્ટાફ જોડાયો હતો.
શહેર પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓ સામે વિશેષ અભિયાન ચાલુ રાખવામાં આવ્યું છે અને ગુનાહિત તત્વો સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.









