પૂર્વ કચ્છ પોલીસના ASI સુભાષચંદ્ર રાજગોરનું હૃદયરોગના હુમલાથી નિધન

સહકર્મીઓએ અશ્રુભીની આંખે અંતિમ સલામી આપી; અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને ગ્રામજનો જોડાયા

ભુજ: પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) તરીકે ફરજ બજાવતા સુભાષચંદ્ર લાલજીભાઈ રાજગોરનું હૃદયરોગના અચાનક હુમલાને કારણે આકસ્મિક નિધન થયું છે. તેમના નિધનથી પોલીસ બેડા તેમજ પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

સુભાષચંદ્ર રાજગોરને પોલીસ વિભાગ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે ભાવપૂર્ણ અંતિમ સલામી આપવામાં આવી હતી. સહકર્મચારીઓએ અશ્રુભીની આંખે પોતાના સાથી અધિકારીને અંતિમ વિદાય આપી અને તેમની સેવાઓને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

તેમની અંતિમ યાત્રામાં પરિવારજનો, સગા-સ્નેહીઓ, ગામજનો તેમજ પૂર્વ કચ્છ પોલીસના અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરીને દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.

પોલીસ વિભાગમાં તેમની નિષ્ઠાપૂર્વકની સેવા અને ફરજનિષ્ઠા માટે તેઓ હંમેશા યાદ રહેશે.

Leave a Comment

Traffic Tail