Pradhyuman Park Zoo માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ઝૂમાં 3 એશિયાઈ સિંહબાળનો જન્મ થયો છે.
આ નવા જન્મ સાથે ઝૂમાં એશિયાઈ સિંહોની કુલ સંખ્યા વધીને 17 થઈ ગઈ છે. સિંહબાળ અને તેમની માતા પર ઝૂ તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
માહિતી મુજબ, રાજકોટ ઝૂમાં અત્યાર સુધીમાં કુલ 55 સિંહબાળનો જન્મ નોંધાઈ ચૂક્યો છે, જે એશિયાઈ સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવે છે.
Asiatic Lion ના સંરક્ષણમાં ગુજરાતની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે, અને પ્રદ્યુમન પાર્ક ઝૂમાં થયેલો આ નવો જન્મ સંરક્ષણ પ્રયાસોને વધુ મજબૂત બનાવશે.
ઝૂ તંત્રના જણાવ્યા મુજબ, ત્રણેય સિંહબાળ સ્વસ્થ હોવાનું અને તેમની નિયમિત તબીબી દેખરેખ રાખવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.









