Food and Drug Regulatory Authority દ્વારા Gondal ખાતે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તપાસ દરમિયાન Satyam Masala ખાતે દરોડો પાડી ધાણા, કોર્ન, મરચું પાઉડર અને હળદર પાઉડર સહિત કુલ 35,527 કિલો શંકાસ્પદ ખાદ્ય પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, સીઝ કરાયેલા જથ્થાની અંદાજિત કિંમત રૂ. 1.11 કરોડથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે.
અધિકારીઓએ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્ર કરીને લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યા છે. તપાસના અહેવાલ બાદ ગુણવત્તા, ભેળસેળ અથવા અન્ય નિયમભંગ અંગે સ્પષ્ટતા થશે.
હાલમાં તંત્ર દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જો નમૂનાઓ પરીક્ષણમાં અયોગ્ય અથવા ભેળસેળયુક્ત સાબિત થશે તો સંબંધિત કાયદા મુજબ કડક પગલાં લેવામાં આવી શકે છે.









