ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો, શહેરમાં વરસાદી ઝાપટાં

ભારે ગરમી અને ઉકળાટ બાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

Limda Chowk, Sadar Bazar, Phoolchhab Chowk, Race Course અને Amrapali સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં નોંધાયા હતા.

અચાનક વરસેલા ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ઉકળાટ તથા ગરમીમાંથી લોકોને રાહત મળી હતી.

વરસાદ બાદ રસ્તાઓ પર ભેજવાળું અને ઠંડુ વાતાવરણ સર્જાતા નાગરિકોએ પણ રાહતનો અનુભવ કર્યો હતો. જો આગામી દિવસોમાં પણ વરસાદી પ્રવૃત્તિ યથાવત્ રહેશે તો તાપમાનમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે.

Leave a Comment

Traffic Tail