Jagdish Vishwakarma એ કશ્યપ શુક્લના નિવાસસ્થાને ટૂંકી મુલાકાત લઈ સ્વ. ચીમનભાઈ શુક્લના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.
મુલાકાત દરમિયાન સ્વ. મનસુખભાઈ છાપીયા સાથે Narendra Modi અને સ્વ. ચીમનભાઈ શુક્લ સાથેના જનસંઘના દિવસોના સંસ્મરણોને યાદ કરીને તાજા કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ તે સમયના સંગઠન કાર્ય અને જાહેર જીવનની યાદોને વહેંચી હતી.
આ પ્રસંગે જગદીશ છાપીયા અને નિરવ મહેતાની ઉપસ્થિતિમાં પ્રદેશ પ્રમુખને સ્મૃતિચિહ્ન સ્વરૂપે ફોટો ફ્રેમ અર્પણ કરવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન સ્વ. ચીમનભાઈ શુક્લના સંગઠન પ્રત્યેના યોગદાન, જનસંઘના સમયથી ભાજપની યાત્રા અને જાહેર જીવનમાં તેમના કાર્યને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.









