રાજુલાના કોવાયા ગામે સિંહના હુમલામાં યુવકનું મોત

અમરેલી જિલ્લાના Rajula તાલુકાના કોવાયા ગામ નજીક સિંહના હુમલામાં પ્રકાશચંદ્ર નામના યુવકનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે.

માહિતી મુજબ, યુવક ચાહત રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. અલ્ટ્રાટેક TPP પાવર પ્લાન્ટ સામે તેના પર સિંહે હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે યુવકનું મૃત્યુ થયું હતું.

ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, મૃતકના માત્ર કેટલાક અવશેષો મળ્યા હતા.

ઘટનાની જાણ થતાં વન વિભાગ અને પોલીસની ટીમો સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સિંહોની વધતી અવરજવર અને માનવ પર થતા હુમલાઓને લઈને સ્થાનિક લોકોમાં ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે.

Leave a Comment

Traffic Tail