Gir National Park અંગે વનવિભાગે મહત્વનો નિર્ણય લીધો છે.
- ચોમાસું મોડું પડવાના કારણે આ વર્ષે ગીરમાં સિંહોનું વાર્ષિક ‘વેકેશન’ થોડું મોડું શરૂ થશે.
- ગીર જંગલ સફારી 22 જૂન સુધી પ્રવાસીઓ માટે ચાલુ રહેશે.
- 23 જૂનથી ગીરનો વન વિસ્તાર પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે.
- ચોમાસા દરમિયાન રસ્તાઓની સ્થિતિ, વન્યજીવોની સુરક્ષા અને પ્રજનન સમયગાળાને ધ્યાનમાં રાખીને દર વર્ષે સફારી બંધ રાખવામાં આવે છે.
ગીર એ વિશ્વમાં Asiatic Lion નું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે, જેના કારણે દર વર્ષે હજારો પ્રવાસીઓ અહીં સફારીનો આનંદ માણવા આવે છે.









