Bhavnagarમાં મોડી રાત્રે અકસ્માતની ઘટના બની હતી.
- નીલમબાગ સર્કલ નજીક કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ.
- L.I.C. ઓફિસ સામે બનેલા આ અકસ્માતમાં બે લોકોને ઈજા પહોંચી.
- ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.
- પ્રાથમિક માહિતી મુજબ રોડ વચ્ચે આવેલું ડિવાઈડર સ્પષ્ટ ન દેખાતા અકસ્માત સર્જાયો હોવાની શક્યતા છે.
- ઘટનાને પગલે સ્થાનિકોએ રાત્રિના સમયે ડિવાઈડર સ્પષ્ટ દેખાય તે માટે યોગ્ય લાઈટિંગ અને રિફ્લેક્ટર લગાવવાની માંગ ઉઠાવી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ આવા અકસ્માતો અટકાવવા માટે માર્ગ સુરક્ષાના જરૂરી પગલાં તાત્કાલિક લેવામાં આવે તે જરૂરી બન્યું છે.









