અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલતા તણાવનો અંત આવતો દેખાઈ રહ્યો છે. બંને દેશોએ એક મહત્વપૂર્ણ MoU (સમજૂતી કરાર)ને આખરી ઓપ આપ્યો છે.
- 19 જૂને Geneva ખાતે શાંતિ કરાર પર સત્તાવાર હસ્તાક્ષર થવાના છે.
- હોર્મુઝ જળમાર્ગ ફરીથી ખોલવાનો માર્ગ મોકળો બનશે.
- અમેરિકી નાકાબંધી હટાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
- Donald Trumpએ કહ્યું, “જહાજો એન્જિન ચાલુ કરો, તેલ વહેવા દો.”
- આ સમજૂતી બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
- હોર્મુઝ માર્ગ ખુલતા વૈશ્વિક વેપાર અને તેલ પુરવઠાને મોટો ફાયદો થવાની શક્યતા છે.
આ કરાર મધ્ય પૂર્વમાં સ્થિરતા લાવવા અને વૈશ્વિક અર્થતંત્ર પર સકારાત્મક અસર કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.









