‘સાયચા ગેંગ’ સામે કાર્યવાહી, 8 ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવાયું

ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હોવાનું કહેવાતી ‘સાયચા ગેંગ’ સામે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા 8 મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ ગેંગ સામે હત્યા, સરકારી જમીન પર દબાણ, વ્યાજખોરી અને લેન્ડ ગ્રેબિંગ જેવા ગંભીર ગુનાઓના આરોપો હોવાનું જણાવવામાં આવ્યું છે.

આ કાર્યવાહીમાં અંદાજે રૂ. 1.25 કરોડથી વધુ મૂલ્યની સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

અધિકારીઓએ જણાવ્યું છે કે સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે આવી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.

Leave a Comment

Traffic Tail