લોકરક્ષક ભરતી પરીક્ષા માટે એસ.ટી. નિગમની વિશેષ વ્યવસ્થા

આગામી 14 જૂનના રોજ યોજાનાર લોકરક્ષક કેડરની સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર અંદાજે 2.63 લાખ ઉમેદવારોને સરળ અને સમયસર મુસાફરીની સુવિધા મળી રહે તે માટે એસ.ટી. નિગમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

  • 13 અને 14 જૂન દરમિયાન આશરે 800 જેટલી એક્સ્ટ્રા ટ્રિપો દોડાવવામાં આવશે.
  • રાજ્યભરમાં નિયમિત 4500 જેટલી એક્સપ્રેસ સર્વિસો ઉપરાંત વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • ઉમેદવારોની માંગને ધ્યાનમાં રાખી સ્પેશિયલ ઓનલાઈન એડવાન્સ બુકિંગ સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
  • કોઈપણ પ્રકારની મદદ અથવા માહિતી માટે એસ.ટી. નિગમનો હેલ્પલાઇન નંબર 1800 233 666666 કાર્યરત રહેશે.

Ahmedabad, Anand, Bhavnagar, Surat, Vadodara, Gandhinagar અને Rajkot સહિતના તમામ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારો સમયસર પહોંચી શકે તે માટે એસ.ટી.ની સુવિધાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Comment

Traffic Tail