સ્વં. વિજયભાઈ ને શ્રદ્ધાંજલિ અર્પણ :નવકાર મંત્ર જાપ કરાયા

અમદાવાદમાં થયેલી એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું દુઃખદ અવસાન થયું હતું. તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રાજકોટમાં જૈન વિઝન ગ્રુપ દ્વારા નવકાર મંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી તેમજ તેમના પુત્ર ઋષભ રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Leave a Comment

Traffic Tail