ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 1.88 લાખ વાહનચાલકો પાસેથી રૂ. 5.21 કરોડનો દંડ વસૂલાયો

ગુજરાતમાં માર્ગ અકસ્માતોમાં કિંમતી જિંદગીઓ બચાવવા અને નાગરિકોમાં ટ્રાફિક સેન્સ કેળવવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યના તા.1 થી 31 મે દરમિયાન એક મહિનાની વિશેષ “હેલ્મેટ ડ્રાઇવ” યોજવામાં આવી હતી.

આ વિશેષ ઝુંબેશ અંગે રાજ્યના પોલીસ વડા જી.એસ.મલિકે જણાવ્યું કે, દંડ વસૂલવો એ ગુજરાત પોલીસનું લક્ષ્ય નથી, પરંતુ ગુજરાતના પ્રત્યેક નાગરિકની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. વાહનચાલકો અને પાછળ બેસનાર વ્યક્તિ માત્ર પોલીસના ડરથી કે દંડથી બચવા માટે નહીં, પરંતુ પોતાના પરિવારની ખુશીઓ માટે હેલ્મેટ અને સીટ બેલ્ટ અચૂક પહેરે. માર્ગ સુરક્ષા એ માત્ર પોલીસની જ નહીં, આપણા સૌની સામૂહિક જવાબદારી છે. રાજ્યના તમામ નાગરિકો ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરી જવાબદાર નાગરિક બને તેવી અપીલ કરું છું.

Leave a Comment

Traffic Tail