![]()
બજેટમાં તો બસ ઈમ્પોર્ટ ડ્યૂટીના ઘટવા-વધવાથી સામાનના ભાવ થોડા ઘણા ઉપર-નીચે થાય છે. સમજીએ આ બજેટથી શું સસ્તું થયું અને શું મોંઘું… 1. કેન્સરની દવાઓ સસ્તી: 17 લાઈફ સેવિંગ ડ્રગ્સ પર કસ્ટમ ડ્યૂટી ખતમ સરકારે કેન્સરની સારવારમાં વપરાતી 17 દવા પરની બેઝિક કસ્ટમ ડ્યૂટી હટાવી દીધી છે. આ ઉપરાંત 7 દુર્લભ બીમારીની સારવાર માટે બહારથી મગાવવામાં આવતી દવાઓ અને સ્પેશિયલ ફૂડ પર પણ હવે કોઈ ટેક્સ લાગશે નહીં. આનાથી એવા પરિવારોને મોટી આર્થિક મદદ મળશે જેઓ સારવાર માટે મોંઘી વિદેશી દવાઓ પર નિર્ભર છે. 2. માઇક્રોવેવ ઓવનના પાર્ટ્સ પર રાહત ઘરેલું મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં કેટલાક મહત્ત્વના ફેરફાર કર્યા છે. હવે માઇક્રોવેવ ઓવન બનાવવામાં વપરાતા ખાસ પાર્ટ્સ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડી દેવામાં આવી છે. આનાથી આવનારા દિવસોમાં માઇક્રોવેવની કિંમતોમાં ઘટાડો આવી શકે છે. સરકારનું લક્ષ્ય છે કે ભારત કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સની બાબતમાં દુનિયાનું હબ બને. 3. ઇલેક્ટ્રિક ગાડીઓ અને સોલર પેનલ થશે સસ્તાં એનર્જી ટ્રાન્ઝેક્શનને જોતાં સરકારે લિથિયમ-આયન બેટરી બનાવતા મશીનો (કેપિટલ ગુડ્સ) પર મળતી ટેક્સ છૂટનો વ્યાપ વધારી દીધો છે. હવે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ માટે વપરાતા સામાન પર પણ ડ્યટી લાગશે નહીં. બીજી તરફ, સોલર ગ્લાસ બનાવવામાં વપરાતા ‘સોડિયમ એન્ટિમોનેટ’ પર પણ ડ્યૂટી હટાવી દેવામાં આવી છે, જેનાથી દેશમાં સોલર પેનલ બનાવવી સસ્તી થશે. 4. દરિયાઈ ઉત્પાદન, લેધર અને કપડાંના એક્સપોર્ટને પ્રોત્સાહન એક્સપોર્ટ વધારવા માટે સરકારે દરિયાઈ ઉત્પાદન, લેધર અને ટેક્સટાઈલ સેક્ટર માટે જાહેરાતો કરી છે. 5. હવે ભારતમાં જ બનશે એરક્રાફ્ટના સ્પેરપાર્ટ્સ નાગરિક ઉડ્ડયનને પ્રોત્સાહન આપવા માટે એરક્રાફ્ટ બનાવવામાં વપરાતા પુરજા અને કમ્પોનન્ટ્સ પરથી કસ્ટમ ડ્યૂટી હટાવી દેવામાં આવી છે. ડિફેન્સ સેક્ટરમાં પણ એરક્રાફ્ટના મેન્ટેનન્સ અને રિપેરિંગ (MRO) માટે મગાવવામાં આવતા કાચા માલ પર હવે ટેક્સ આપવો પડશે નહીં. આનાથી દેશમાં હવાઈ જહાજ બનાવવા અને તેના સમારકામનો ખર્ચ ઓછો થશે. 7. ઈ-કોમર્સ અને નાના વેપારીઓ નાના વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સ માટે સરકારે મોટી રાહત આપી છે. હવે કુરિયર દ્વારા એક્સપોર્ટ કરવામાં આવતા સામાન પર 10 લાખ રૂપિયાની કેપિંગ (મર્યાદા) પૂરી રીતે હટાવી દેવામાં આવી છે, એટલે કે હવે નાના કારીગરો અને સ્ટાર્ટઅપ કોઈપણ લિમિટ વગર પોતાની પ્રોડક્ટ ગ્લોબલ માર્કેટમાં મોકલી શકશે, સાથે જ રિજેક્ટ થઈને પાછા આવતા સામાનની પ્રક્રિયાને પણ સરળ બનાવવામાં આવી છે. 8. પર્સનલ યુઝના સામાન પર ટેક્સ અડધો થયો વિદેશથી પોતાના અંગત વપરાશ માટે સામાન ગાવનારાઓ માટે પણ સારા સમાચાર છે. સરકારે આવા સામાન પર લાગતા ટેક્સના દરને 20%થી ઘટાડીને સીધો 10% કરી દીધો છે. આ ઉપરાંત વિદેશ પ્રવાસથી પરત ફરતા મુસાફરો માટે સામાન (બેગેજ) ક્લિયરન્સના નિયમોને પણ સરળ બનાવવામાં આવશે અને ફ્રી એલાઉન્સની મર્યાદા વધારવામાં આવશે. GST કાઉન્સિલ નક્કી કરે છે મોટા ભાગની વસ્તુઓના ભાવ આજે તમારી થાળીના શાકભાજીથી લઈને તમારા હાથના સ્માર્ટફોન સુધી, મોટા ભાગની વસ્તુઓના ભાવ GST કાઉન્સિલ નક્કી કરે છે, નહીં કે નાણામંત્રી. 22 સપ્ટેમ્બર 2025થી GSTના ચાર સ્લેબને ઘટાડીને બે કરી દીધા હતા. હવે ફક્ત 5% અને 18%ના સ્લેબમાં GST લાગે છે. GST કાઉન્સિલની 56મી મિટિંગમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આનાથી ઘી, પનીર ખરીદવાથી લઈને કાર અને AC ખરીદવું પણ સસ્તું થઈ ગયું છે. હવે બે જરૂરી સવાલના જવાબ… સવાલ 1: જો આજે બજેટમાં ડ્યૂટીમાં ફેરફાર કરવામાં આવે છે, તો શું આવતીકાલથી દુકાનોમાં માલ સસ્તો થશે?
જવાબ: ના. આ સૌથી મોટી ગેરસમજ છે. બજેટમાં કર ફેરફારની અસર “નવા સ્ટોક” પર પડે છે. દુકાનની અંદર પડેલી વસ્તુઓ જૂની કિંમતે જ વેચાશે. બજેટની અસર અનુભવવામાં સમય લાગે છે. ભાવ વધવા કે ઘટના એ નક્કી નથી હોતું. એ સંપૂર્ણપણે કંપનીઓ પર આધાર રાખે છે. કેટલીકવાર સરકાર ડ્યૂટી ઘટાડે છે, પરંતુ કંપનીઓ તેમના નફાના માર્જિન વધારવા માટે ભાવ ઘટાડતી નથી. એવી જ રીતે જો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચો માલ વધુ મોંઘો થાય છે, તો ટેક્સ ઘટાડા છતાં ભાવ સ્થિર રહી શકે છે અથવા વધી પણ શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, કંઈપણ નક્કી હોતું નથી. સવાલ 2: 22 સપ્ટેમ્બર 2025થી GSTમાં બદલાવ થયા, શું બજેટ એને બદલી શકે છે?
જવાબ: ના. નાણામંત્રી પાસે બજેટમાં GST સ્લેબમાં ફેરફાર કરવાનો અધિકાર નથી. આના માટે GST કાઉન્સિલની એક અલગ બેઠક થાય છે. બજેટ ફક્ત ઈમ્પોર્ટ ડ્યૂટીને વધારી કે ઘટાડી શકે છે.








