ઓગસ્ટમાં 50.2% ફ્લાઇટ ટેકનિકલ કારણોસર રદ; વિલંબમાં પણ ટેકનિકલ સમસ્યા સૌથી મોટું કારણ
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ઓગસ્ટના આંકડા મુજબ, દેશમાં રદ થયેલી ઘરેલુ ફ્લાઇટમાંથી 50.2% ફ્લાઇટ ટેકનિકલ કારણોસર રદ થઈ હતી. એટલે કે રદ થતી દર બે ફ્લાઇટમાંથી લગભગ એક ફ્લાઇટ પાછળ ટેકનિકલ ખામી જવાબદાર રહી.
ફ્લાઇટ રદ થવાના અન્ય કારણોમાં 17.4% અન્ય કારણો, 10.4% ઓપરેશનલ સમસ્યા, 8.5% હવામાન અને 3.5% વ્યાવસાયિક કારણો સામેલ છે. ઓગસ્ટમાં ઘરેલુ ફ્લાઇટ રદ થવાનો કુલ દર 1.04% નોંધાયો હતો.
ફ્લાઇટના વિલંબમાં પણ ટેકનિકલ કારણોનો હિસ્સો સૌથી વધુ 65% રહ્યો. જ્યારે ઓપરેશનલ કારણોથી 8%, એર ટ્રાફિક કંટ્રોલને કારણે 6% અને હવામાનને કારણે 5% ફ્લાઇટમાં વિલંબ થયો હતો.
ગત વર્ષે ડિસેમ્બરમાં ઈન્ડિગોની સેવામાં પણ મોટી અસર જોવા મળી હતી. 1થી 7 ડિસેમ્બર દરમિયાન 2,000થી વધુ ફ્લાઇટ રદ થતાં હજારો મુસાફરોને મુશ્કેલી પડી હતી. બીજી તરફ, 19 સપ્ટેમ્બરે દિલ્હી એરપોર્ટથી સ્પાઈસ જેટની કેટલીક ફ્લાઇટ્સ પણ ઓપરેશનલ સમસ્યાઓના કારણે મોડી પડી હતી.








