ભાણવડમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ

ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં ગેસ ભરતો શખ્સ ઝડપાયો, 4 સિલિન્ડર સહિત ₹17 હજારનો મુદ્દામાલ કબજે

ભાણવડઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં એસઓજી પોલીસે ગેરકાયદે રીતે ઘરેલુ ગેસ સિલિન્ડર રિફિલિંગ કરી વેચાણ કરતા શખ્સ સામે કાર્યવાહી કરી છે. પોલીસે ચાર ગેસ સિલિન્ડર અને રિફિલિંગના સાધનો સહિત કુલ ₹17 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરિયા સ્થાન ચોક વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં પાન-મસાલાની દુકાન ચલાવતા **બટુકભાઈ જમનાદાસ ઠકરાર (51)**ના મકાનના ખુલ્લા ફળિયામાં ભરેલા ગેસ સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં ગેસ રિફિલિંગ થતું હોવાનું મળી આવ્યું હતું.

પોલીસ તપાસમાં રિફિલિંગ બાદ ગેસના સિલિન્ડરોનું વેચાણ કરવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું છે. સ્થળ પરથી ચાર સિલિન્ડર અને રિફિલિંગ માટે જરૂરી સામાન કબજે કરવામાં આવ્યો હતો.

આ અંગે ભાણવડ પોલીસ મથકમાં BNS કલમ 287 તથા વિસ્ફોટક અધિનિયમની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

Leave a Comment