રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો મોટો નિર્ણય: ભાડામાં 10% વધારો, મોંઘવારી વધવાની શક્યતા

રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનનો મોટો નિર્ણય: ભાડામાં 10% વધારો, મોંઘવારી વધવાની શક્યતા

રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ટ્રાન્સપોર્ટ ભાડામાં 10 ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. ડીઝલના સતત વધતા ભાવ અને સપ્લાયમાં ચાલી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું એસોસિએશને જણાવ્યું છે.

એસોસિએશનના જણાવ્યા મુજબ ડીઝલના ભાવમાં થયેલા વધારાના પ્રમાણમાં જ હાલ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. જોકે આગામી સમયમાં ટાયર, સ્પેરપાર્ટ્સ અને ઓઇલના ભાવમાં વધુ વધારો થશે તો ફરીથી ભાડા વધારાનો નિર્ણય લેવાઈ શકે છે.

ટ્રાન્સપોર્ટ ખર્ચ વધતા હવે તેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર જોવા મળી શકે છે. શાકભાજી, ફળફળાદિ, અનાજ સહિતની આવશ્યક ચીજવસ્તુઓ તેમજ ઉદ્યોગ ક્ષેત્રમાં વપરાતી માલસામાનની કિંમતોમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ટ્રાન્સપોર્ટર્સે વધુમાં આક્ષેપ કર્યો છે કે ડીઝલ સપ્લાયમાં હજુ પણ પૂરતો જથ્થો મળતો નથી અને સપ્લાય સંબંધિત હેરાનગતિ યથાવત છે. જેના કારણે ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર વધારાનો આર્થિક બોજો આવી રહ્યો છે.

Leave a Comment

Traffic Tail