4 મહિનો પેહલા
- કૉપી લિંક

આજે એટલે કે 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્ર સરકારના ત્રીજા કાર્યકાળનું ત્રીજું અને પોતાનું સતત નવમું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. તેમનું ભાષણ પૂર્ણ થતા જ સોશિયલ મીડિયા પર મજેદાર મીમ્સનું પૂર આવી ગયું. યુઝર્સે આ મજેદાર મીમ્સ જોયા પછી તેના પર પ્રતિક્રિયાઓ પણ આપી. આ મીમ્સમાં સિગારેટની વધતી કિંમતો પર પણ યુઝર્સે મજેદાર મીમ્સ બનાવ્યા અને તેને શેર કર્યા.
કોઈએ ખુશી વ્યક્ત કરી, કોઈએ નારાજગી, તો કેટલાક લોકો સમજી જ ન શક્યા કે સરકારે આ નિર્ણયો આખરે કેમ લીધા. ખાસ કરીને તમાકુ અને સિગારેટ વાળા નિર્ણયને લઈને સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા છેડાઈ ગઈ. નારાજગી એ વાતને લઈને પણ જોવા મળી કે સિગારેટના ભાવ આટલા કેમ વધારી દેવામાં આવ્યા અને બીડીને આખરે કેમ છોડી દેવામાં આવી.
સરકારે સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર GST વધારીને 40% કરી દીધો છે. જ્યારે બીડી પર GST ઘટાડીને 18%ના સ્લેબમાં નાખી દીધો છે. બીડી બનાવવામાં વપરાતા તેન્દુ પત્તા પર GST 18%થી ઘટાડીને 5% કરી દેવામાં આવ્યો છે. એટલે કે ચિત્ર સ્પષ્ટ છે-બીડી તો સસ્તી થઈ ગઈ, પરંતુ સિગારેટ અને તમાકુ મોંઘા થવા જઈ રહ્યા છે.
હવે સોશિયલ મીડિયા પર એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે જ્યારે બંને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તો સિગારેટ પર આટલી કડકાઈ અને બીડી પર આટલી નરમાશ કેમ? શું સિગારેટ વધુ હાનિકારક છે અને બીડી નહીં? અથવા પછી આ નિર્ણય કોઈ અન્ય કારણસર લેવામાં આવ્યો છે?
આ બધાની વચ્ચે મીમ્સનું પૂર છવાયેલું રહ્યું. કોઈએ સિગારેટ પીનારાઓનું રોવા-ધોવાનું બતાવ્યું, કોઈએ બીડી વાળાના ‘બચી જવા’ પર મજાક ઉડાવી. ઘણા મીમ્સ એવા પણ હતા જે બજેટના નિર્ણયને લઈને સરકારને સવાલ પૂછતા જોવા મળ્યા.
ચાલો જોઈએ કેટલાક મજેદાર મીમ્સ અને પોસ્ટ




બજેટ 2026ને રેસિંગ ટ્રેક સાથે જોડ્યું
લોકોને યાદ આવ્યા ‘આત્મારામ ભીડે’
કેન્દ્રીય બજેટ 2026
નોંધનીય છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2027 માટે મૂડી ખર્ચનો લક્ષ્યાંક ચાલુ નાણાકીય વર્ષ માટે નિર્ધારિત 11.2 લાખ કરોડ રૂપિયાથી વધારીને 12.2 લાખ કરોડ રૂપિયા કરવાની જાહેરાત કરી. તેમણે દેશમાં, ખાસ કરીને દ્વિતીય અને તૃતીય સ્તરના શહેરોમાં, પાયાની સુવિધાઓને પ્રોત્સાહન આપવા માટે અનેક પગલાંઓની પણ જાહેરાત કરી છે.









