રામબનમાં કારમાંથી બે પોલીસકર્મીઓના મૃતદેહ મળ્યા, તપાસ શરૂ

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં પાર્ક કરેલી કારમાંથી બે પોલીસકર્મીઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. બંને પોલીસકર્મીઓ રામબન જિલ્લા પોલીસ લાઇનમાં ફરજ પર હતા.

બટોટેના સના વિસ્તારમાં ઝિયારત મોર નજીક પાર્ક કરેલી કારમાંથી હેડ કોન્સ્ટેબલ ફરીદ અહેમદ અને સિલેક્શન ગ્રેડ કોન્સ્ટેબલ મુહમ્મદ યાકુબ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિકોએ બંનેને જિલ્લા હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા.

બંને પોલીસકર્મીઓના મોતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને મોતના સંજોગો જાણવા માટે તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ અને તપાસ બાદ મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવશે.

Leave a Comment