જર્મનીમાં અમેરિકન F-16 ફાઈટર જેટ ક્રેશ, પાયલોટનો બચાવ

સ્પેંગડાહલમ એરબેઝ નજીક દુર્ઘટના; ટ્રેનિંગ ફ્લાઈટ બાદ પરત ફરતી વખતે બની ઘટના

જર્મનીના સ્પેંગડાહલમ એરબેઝ નજીક અમેરિકન વાયુસેનાનું F-16 ફાઈટર જેટ ક્રેશ થયું હતું. દુર્ઘટનામાં પાયલોટે સમયસર વિમાનમાંથી બહાર નીકળી જતાં તેનો બચાવ થયો હતો.

અમેરિકન સેનાના જણાવ્યા મુજબ ચાર F-16ના ગ્રુપમાં સામેલ આ વિમાન રૂટિન ટ્રેનિંગ ફ્લાઈટ પૂર્ણ કરીને બેઝ પરત ફરી રહ્યું હતું. આ દરમિયાન અચાનક દુર્ઘટના સર્જાઈ હતી. ઘટના બાદ ઇમરજન્સી ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

ગ્રુપના અન્ય ત્રણ F-16ને રામસ્ટીન એરબેઝ તરફ વાળવામાં આવ્યા હતા, જ્યાં તમામ વિમાનોનું સુરક્ષિત લેન્ડિંગ થયું હતું. ફાઈટર જેટ ક્રેશ થવાનું ચોક્કસ કારણ જાણવા અમેરિકન સૈન્ય દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Comment