મોરબીના સામાકાંઠે બે દરોડા, દારૂ-બીયરની 69 બોટલ-ટીન ઝડપાયા

એક શખ્સ ઝડપાયો, બીજાની શોધખોળ; કુલ રૂ.8,753નો મુદ્દામાલ કબજે

મોરબી: મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે સિટી બી ડિવિઝન પોલીસે બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો છે. બંને કાર્યવાહીમાં કુલ 69 બોટલ-ટીન મળી આવતા પોલીસે કુલ રૂ.8,753નો મુદ્દામાલ કબજે કર્યો છે. એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સામાકાંઠે ગુ.હા. બોર્ડ ઋષિકેશ વિદ્યાલય પાસેથી નરેન્દ્રભાઈ વશરામભાઈ કાવર પટેલ (ઉ.વ.51), રહે. ક્રાંતિ જ્યોત એપાર્ટમેન્ટ, ઉમા ટાઉનશીપને અટકાવી તપાસ કરવામાં આવી હતી. તેની પાસેથી દારૂની 8 બોટલ, કિંમત રૂ.1,128નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ કબજે કરી નરેન્દ્રભાઈ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ ઉપરાંત સામાકાંઠે ઉમા ટાઉનશીપના પુલ પાસે અરુણોદયનગર સર્કલ સામે આવેલા ભીમસર વિસ્તારમાં પોલીસે અજય કુંવરજીભાઈ વિકાણીના સ્થળે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ત્યાંથી બીયરના 61 ટીન, કિંમત રૂ.7,625નો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે બીયરનો જથ્થો કબજે કરી અજય વિકાણી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જોકે તે સ્થળ પર મળી આવ્યો ન હોવાથી તેની ધરપકડ માટે પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આમ, બંને કાર્યવાહીમાં દારૂ-બીયરની કુલ 69 બોટલ-ટીન મળી આવી હતી અને કુલ રૂ.8,753નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

અપહરણની યુવતી મોરબીમાંથી મળી

મધ્યપ્રદેશના પીતામયુર વિસ્તારમાંથી યુવતીનું અપહરણ થયાની ઘટના બાદ યુવતી મોરબીમાં હોવાની બાતમી મળતાં એમ.પી. પોલીસ મોરબી પહોંચી હતી. તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ દરમિયાન ભોગ બનનાર યુવતી ગોલુ નામના શખ્સ સાથે મળી આવી હતી.

ત્યારબાદ એમ.પી. પોલીસ દ્વારા યુવતી અને ગોલુ નામના શખ્સને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મધ્યપ્રદેશ લઈ જવામાં આવ્યા હતા.

વીજ શોકથી મહિલા સારવાર હેઠળ

રફાળેશ્વર ગામે રહેતા **કાજલબેન દિલીપભાઈ મુછડીયા (25)**ને કામ દરમિયાન વીજ શોક લાગતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ મોડપર ગામે રહેતા **કાજલબેન અક્ષયભાઈ સોલંકી (27)**એ કોઈ કારણસર દવા પી લેતા તેમને સારવાર માટે આયુષ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બંને બનાવ અંગે તાલુકા પોલીસ મથકના ગીરીશભાઈ મોરલીયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

Leave a Comment

Traffic Tail