BSNL, MTNL અને RINLની ₹13,500 કરોડની મિલકતોના મોનેટાઇઝેશનને મંજૂરી

કેન્દ્ર સરકારે BSNL, MTNL અને RINLની આશરે ₹13,500 કરોડની રિયલ એસ્ટેટ મિલકતો વેચવા અથવા લીઝ પર આપવા મંજૂરી આપી છે. હવે નેશનલ લેન્ડ મોનેટાઇઝેશન કોર્પોરેશન (NLMC) આ મિલકતોને બજારમાં મૂકશે.

દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, ગોવા અને કોલકાતા સહિત 6 શહેરોમાં આવેલી 23 પ્રાઇમ પ્રોપર્ટીઝ આ યોજનામાં સામેલ છે. આ મિલકતો લગભગ 200 એકરમાં ફેલાયેલી છે. દિલ્હીના ચાણક્યપુરી, હૌઝ ખાસ, વસંત વિહાર અને નેતાજી નગરની MTNLની મિલકતો પણ તેમાં સામેલ છે.

NLMC દ્વારા મિલકતોની કિંમત નક્કી કરવા આંતરરાષ્ટ્રીય પ્રોપર્ટી કન્સલ્ટન્ટ્સ અને માન્ય વેલ્યુઅર્સની મદદ લેવામાં આવી રહી છે. સરકાર ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં ₹7,500 કરોડ એકત્ર કરવા માગે છે, જ્યારે બાકીની મિલકતોનું મોનેટાઇઝેશન 2027-28માં પૂર્ણ કરાશે.

પ્રાઇમ લોકેશન પર આવેલી મિલકતોને કારણે સરકારને સારો પ્રીમિયમ ભાવ મળવાની આશા છે.

Leave a Comment

Traffic Tail