માળીયા મિયાણા નજીક દારૂની 117 બોટલ ઝડપાઈ

નાના દહીંસરા રેલવે ફાટક પાસે LCBની રેડ; રૂ. 66,105નો મુદ્દામાલ કબજે

માળીયા મિયાણા: મોરબી જિલ્લા LCBની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે નાના દહીંસરા ગામ નજીક દરોડો પાડી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પીપળીયા ચાર રસ્તાથી નવલખી તરફ જતા રોડ પર નાના દહીંસરા રેલવે ફાટક સામે આવેલા ડેલાની પતરાની ઓરડીમાંથી દારૂની 117 બોટલ મળી આવી હતી.

પોલીસને માહિતી મળી હતી કે મોરબીના સનાળા ગામે રહેતા વિજયભાઈ નારણભાઈ ચાવડા અને રાજકોટના હરેશભાઈ નરસીભાઈ બારોટના કબજા-ભોગવટાવાળા ડેલામાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો છે.

બાતમીના આધારે LCBની ટીમે સ્થળ પર રેડ કરી હતી. તપાસ દરમિયાન પતરાની ઓરડીમાંથી દારૂની 117 બોટલ મળી આવતા પોલીસે દારૂ સહિત કુલ રૂ. 66,105નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આરોપીઓની શોધખોળ શરૂ

રેડ દરમિયાન વિજયભાઈ ચાવડા અને હરેશભાઈ બારોટ બંને સ્થળ પર હાજર ન હતા. જેથી પોલીસે બંને સામે માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.

પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે. LCBની કાર્યવાહી બાદ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail