જાણીતી કોસ્મેટિક કંપનીના ટ્રેડમાર્કની નકલ કરી બજારમાં વેચાતી હતી પ્રોડક્ટ્સ; મુખ્ય આરોપીની ધરપકડ
અમદાવાદ: શહેરના બહેરામપુરા વિસ્તારમાં જાણીતી કોસ્મેટિક કંપનીના નામે ડુપ્લીકેટ સાબુ અને ફેસવોશનું ઉત્પાદન કરી બજારમાં વેચાતું મોટું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યું છે. દરોડા દરમિયાન પોલીસે રૂ.11.68 લાખથી વધુ કિંમતનો નકલી મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અસલી કંપનીના લોગો, ટ્રેડમાર્ક અને પેકેજિંગની નકલ કરીને પોતાની ‘KISRA’ બ્રાન્ડના સ્ટીકર હેઠળ નકલી પ્રોડક્ટ્સ વેચી ગ્રાહકોને ગેરમાર્ગે દોરતો હતો.
આ મામલે પુણે સ્થિત **’યામી ઘર શોપ પ્રા. લિ.’**ના ટ્રેડમાર્ક વિભાગના અધિકારી જયદીપ સુભાષભાઈ ભટ્ટે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ બહેરામપુરાના ભાટી કમ્પાઉન્ડમાં આવેલા ગોડાઉન પર દરોડો પાડતાં **મોહમ્મદ જુનેદ યુનુસભાઈ પટેલ (45)**ને ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી 3,894 ડુપ્લીકેટ સાબુ, 6,490 ડુપ્લીકેટ ફેસવોશ તેમજ અન્ય સામગ્રી સહિત કુલ રૂ.11.68 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાથમિક તપાસમાં નકલી કોસ્મેટિક્સનું સંગઠિત નેટવર્ક હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસે ટ્રેડમાર્ક ઉલ્લંઘન અને છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી અન્ય સંડોવાયેલા લોકો અને સપ્લાય નેટવર્ક સુધી તપાસનો વ્યાપ વધાર્યો છે.









