હિમાચલમાં ચોમાસાનો કહેર યથાવત: મૃત્યુઆંક 90 પર, 109 માર્ગો બંધ; 54 વર્ષ જૂનો પુલ તણાયો

હિમાચલ પ્રદેશમાં સતત વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી સ્થિતિ વધુ ગંભીર બની છે. ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં 90 લોકોનાં મોત નોંધાયા છે, જ્યારે 109 માર્ગો હજુ પણ બંધ હોવાથી જનજીવન પ્રભાવિત બન્યું છે.

કિન્નોર જિલ્લામાં સતલુજ નદીમાં કાર ખાબકતા ત્રણ યુવકોનાં મોત થયા હતા. રાજ્યભરમાં નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું છે.

કુલુ જિલ્લાના નિરચંડ વિસ્તારમાં ભૂસ્ખલનથી પ્રાથમિક શાળાનું મકાન ધરાશાયી થયું છે, જ્યારે સફરજનના 500થી વધુ છોડ નષ્ટ થયા છે. સિરમોર જિલ્લાના પાંવટા સાહિબ પાસે બાતા નદી પર આવેલો 1962માં બનેલો 54 વર્ષ જૂનો પુલ ભારે પાણીના પ્રવાહમાં તણાઈ ગયો છે.

શિમલા સહિત અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ બાદ વહીવટી તંત્રે લોકોને સાવચેતી રાખવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે. બચાવ અને રાહત કામગીરી સતત ચાલુ છે.

Leave a Comment

Traffic Tail